પરાઠા નો મસાલો

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

મસાલા તો બહુ બધી જાત ના હોય. અહીંયા હું એક એવો જ મસાલા ની રીત બતાવા જઈ રહી છું એ છે પરાઠા નો મસાલો. બધા ઘરે અલગ અલગ જાત ના પરાઠા તો બનાવતા જ હશો જેમકે બધા ના પ્રિય આલૂ પરાઠા, ગોબી ના પરાઠા, પનીર પરાઠા વગેરે વગેરે... તો અહીંયા હું આ પરાઠા નો સ્વાદ બમણો કરવા એનો મસાલો બનાવાની રીત બતાવી રહી છું. આ મસાલો તમે વધારે બનાવી ને ડબ્બા માં ભરી ને રાખી શકો છો અને જયારે જરૂર હોય ત્યારે સ્વાદ અનુસાર ઉપયોગ માં લેવાનો. મેં ઘણા બધા પરાઠા ની રેસીપી લખી છે જેમાં આ જ પરાઠા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ મસાલો પરાઠા માં નાખવાની સ્વાદ બહુ જ સરસ થઇ જશે અને હા આ મસાલો નાખો તો પછી ગરમ મસાલા નો ઉપયોગ કરવો નહિ. તો જાણી લો આ પરાઠા માટે નો મસાલો બનાવાની રીત અને ફટાફટ બનાવી ને ભરી લો ડબ્બા માં.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૨-૩ મિનિટ

પરાઠા નો મસાલો બનાવવાની સામગ્રી:

પરાઠા નો મસાલો બનાવવા ના સ્ટેપ:

એક કડાઈ માં ધાણા, જીરું, મરી, અનારદાના, અજમા, આખા સૂકા મરચા, હિંગ, સંચળ, મીઠું અને આમચૂર પાઉડર મિક્ષ કરો અને ધીમા ગેસ પર શેકી લો

મસાલા માંથી સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો

આ શેકેલા મસાલા ને ઠંડુ પડવા દો

હવે આ મસાલા ને મિક્ષર જાર માં લઇ તેને અધકચરું પીસી લો (બહુ જીણું પીસવું નહિ)

હવે આ મસાલા ને હવાચુસ્ત ડબ્બા માં ભરી લો

જયારે પણ પરાઠા બનાવવા હોય ત્યારે તેને સ્વાદ અનુસાર ઉપયોગ કરવો

આ મસાલો બધી જ જાત ના પરાઠા માં ઉપયોગ માં લઇ શકાય છે