ભાજીપાઉં રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ભાજીપાઉં અથવા પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે અને બટર/તેલ માં શેકેલા પાવ સાથે પીરસવા માં આવે છે. જયારે બાળકો ની બર્થડે પાર્ટી હોય કે બહુ બધા મહેમાન જમવા માટે આવવાના હોય ત્યારે ભાજીપાઉં એ એક ઉત્તમ અને પરફેક્ટ ભોજન છે જે તમે પહેલે થી બનાવી ને રાખી શકો છો. બાળકો ને ઘણા બધા શાકભાજી પણ આ ભાજી માં મિક્સ કરી ને ખવડાવી શકાય છે. ભાજીપાઉં બધા બાળકો ને ભાવતી જ હોય એટલે એ બહુ જ મસ્તી થી અને હસતા હસતા ખાઈ લેશે. અપને બધા ઘરે ભાજીપાઉં બનાવતા હોય છે પણ હંમેશા એવું થાય કે બહાર લારી જેવી કે રેસ્ટોરન્ટ જેવી ભાજીપાઉં ઘરે નથી બની. હોય બહાર લારી જેવી જ ભાજીપાઉં બનાવાની રીત બતાવી છે. જો તમે આ રીત થી ભાજીપાઉં બનાવશો તો બનશે બહાર લારી અને રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ ભાજીપાઉં અને રહી જશે બધા આંગળા ચાંટતા.

તૈયારીનો સમય:૧૦-૨૦ મિનિટ

બનાવવા નો સમય:૨૫ મિનિટ

ભાજીપાઉં રેસીપી બનાવવાની સામગ્રી:

ભાજીપાઉં રેસીપી બનાવવા ના સ્ટેપ:

બટાકા ધોઈ ને છોલી લો અને તેને મોટા ટુકડા માં સમારી લો

હવે એક કુકર માં બટાકા, ફુલાવર, ૧ ટામેટું, અને મીઠું મિક્ષ કરો અને તેમાં ૧ કપ પાણી નાખી ને બધું બાફી લો

કૂકરમાંથી બધી હવા નીકળી જાય એટલે બટાકા ના મિશ્રણ ને છૂંદી લો

હવે એક કડાઈ માં તેલ ગરમ કરો

તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખો અને તેને ૪-૫ મિનિટ સુધી સાંતળો

પછી તેમાં પાઉંભાજી નો મસાલો, કાશ્મીરી લાલ મરચું, કેપ્સિકમ ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો

હવે તેમાં વધેલા ટામેટા અને મીઠું મિક્ષ કરો અને તેને ૪-૫ મિનિટ સુધી સાંતળો

પછી તેમાં છૂંદેલા બટાકા નું મિશ્રણ અને ૧/૨ કપ પાણી પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરો

આ મિશ્રણ ને ૫ મિનિટ સુધી ઉકળવા દો પછી ગેસ બંધ કરી દો

હવે તેમાં ૨ ચમચી બટર અને કોથમીર મિક્ષ કરો અને સર્વ કરવાના બાઉલ માં કાઢી લો

પાઉ બનાવવા માટે પાઉ લો અને તેને વચ્ચે થી કાપો પાડો

હવે એક તવી પર પાઉ ને બટર વડે બંને બાજુ શેકી લો

ગરમ ગરમ પાઉંભાજી પીરસો, સાથે ડુંગળી નું સલાડ પણ પીરસો