પાઈનેપલ સેન્ડવીચ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તમે હંમેશા વેજ સેન્ડવિચ, બટાકા ની સેન્ડવિચ તો ખાતા જ હશો. પણ કોઈક વાર નવી સેન્ડવિચ પણ ખાવા ની મજા આવે અને વળી ફટાફટ બની જાય એવી હોય તો વધારે મજા આવે. એટલે જ હું ફટાફટ બની જાય એવી પાઈનેપલ સેન્ડવિચ ની રેસીપી બતાવી રહી છું. બાળકો માટે નાસ્તા માં કે ટિફિન માં ભરી આપવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. આ બનાવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો હવે ઘરે જ ૫ મિનિટ માં બનાવો મ્હોં માં પાણી આવી જાય એવી પાઈનેપલ સેન્ડવિચ.

તૈયારીનો સમય:૫ મિનિટ

પાઈનેપલ સેન્ડવીચ રેસીપી બનાવવાની સામગ્રી:

પાઈનેપલ સેન્ડવીચ રેસીપી બનાવવા ના સ્ટેપ:

બંને બ્રેડ માંથી આજુ બાજુ ની કિનારીઓ કાપી લો

હવે બંને બ્રેડ પર બટર અને પાઈનેપલ જામ લગાવો

એક સ્લાઈસ લો અને તેના પર પાઈનેપલ ની સ્લાઈસ ગોઠવો

પછી તેના પર ખમણેલું પ્રોસેસ ચીઝ નાખો

બીજી બ્રેડ સ્લાઈસ વડે તેને ઢાંકી દો

તૈયાર છે પાઈનેપલ સેન્ડવિચ