પીઠલા રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
પીઠલા એ એક મહારાષ્ટ્ ની પારંપરિક વાનગી છે. પીઠલા એ એક જાત નું ચાના લોટ માંથી બનાવેલું શાક છે જેને જુવાર ના રોટલા અને ઠેચા જોડે ખાવામાં આવે છે. મહારાષ્ટ્ર નું આ પારંપરિક ભાણું ખાવાની ખુબ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ બહુ જ લાગે છે. તમે પીઠલા સાથે બાજરી નો રોટલો અથવા તો ભાખરી પણ ખાઈ શકો છો. આ વાનગી ત્યાં દરેક ઘર માં બનાવવા માં આવે છે. અપને ક્યારેક પંજાબી, સાઉથ ઇન્ડિયન ભાણું તો બનાવતા જ હોઈએ જ છે પણ ક્યારેક આ મહારાષ્ટ્ર નું ભાણું પણ બનાવવું જોઈએ. આ એક સાદું જમવાનું અને બહુ જ સ્વાદિષ્ટ જમવાનું છે. પીઠલા જોડે હંમેશા ઠેચા ની ચટણી બનવવામાં આવે છે જે એના સ્વાદ માં બહુ વધારો કરે છે. તો ફટાફટ જાણી લો આ મહારાષ્ટ્ર ની પારંપરિક વાનગી પીઠલા જેને ઠેચા અને જુવાર ની રોટલી જોડે પીરસવામાં આવે છે.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
પીઠલા રેસિપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ ચણા નો લોટ
- ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
- ૨-૩ લીલા મરચા, સમારેલા
- ૧૦-૧૨ મીઠા લીમડા ના પાન
- ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી આખું જીરું
- ૧/૪ ચમચી રાય
- ચપટી હિંગ
- ૨ કપ પાણી
- ૨ ચમચી તેલ
- ૩-૪ ચમચી લીલી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
પીઠલા રેસિપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં એક કપ ચણા નો લોટ અને ૨ કપ પાણી મીક્ષ કરો તેને બરાબર હલાવો અને એક રસ કરી દો અથવા બ્લેન્ડર ફેરવી દો
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં રાય ઉમેરો
રાય ફૂટે એટલે તેમાં જીરું, હિંગ, લીમડો, લીલા મરચા, લસણ ની પેસ્ટ, અને ડુંગળી મીક્ષ કરો
ડુંગળી ને ૩-૪ મિનિટ સુધી આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો
હવે તેમાં હળદર અને મીઠું મીક્ષ કરો અને ફરીથી ૧ મિનિટ સુધી સાંતળો
હવે તેમાં ચણા ના લોટ નું તૈયાર કરેલું મિશ્રણ મીક્ષ કરો અને હલાવો
હવે કઢાઈ ને ઢાંકી ને ૩-૪ મિનિટ સુધી ધીમા ગેસ પર રહેવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી નીચે બેસી ના જાય
મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને ચણા નો લોટ ચડી જાય એટલે તેમાં કોથમીર મીક્ષ કરો
હવે ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ પીઠલા પીરસો
પીઠલા ને મોટે ભાગે જુવાર ના રોટલા અને ઠેચા જોડે પીરસવામાં આવે છે અને તેને બાજરી ના રોટલા જોડે પણ પીરસી શકો છો