પિઝા પરાઠા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આ પિઝા પરાઠા આપણે ઘઉં ના લોટ માંથી બનાવીશું અને થોડા વેજિટેબલ્સ તથા ચીઝ નો ઉપયોગ કરીશું. જયારે આ પરાઠા બનાવીશું ત્યારે બધું ચીઝ પણ મેલ્ટ થઇ જશે. અને બધા વેજિટેબલ્સ માં મીક્ષ થઇ જશે. અને ખાવાની પણ ખુબ જ મજા આવશે. તો ચાલો જોઈએ આ રેસિપી માં કઈ સામગ્રી જોઈશે.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
પિઝા પરાઠા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૩ કપ ઘઉં નો લોટ
- ૧/૨ કપ ડુંગળી, ઝીણી સમારેલી
- ૧/૨ કપ બાફેલી મકાઈ
- ૧/૨ કપ કેપ્સિકમ, ઝીણા સમારેલા
- ૧/૪ કપ ગાજર, ખમણેલું
- ૧ અને ૧/૪ કપ મોઝરેલા ચીઝ
- પિઝા સોસ સ્વાદ અનુસાર
- ૧/૨ ચમચી મરી પાઉડર
- ૧/૨ ચમચી ઓરેગાનો
- ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ અથવા સ્વાદ અનુસાર
- મીઠું સ્વાદ અનુસાર
- લોટ બાંધવા માટે પાણી
- તેલ, મોણ માટે અને પરાઠા શેકવા માટે
પિઝા પરાઠા રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ લો. તેમાં સ્વાદ મુજબ મીઠું અને ૨ થી ૩ ચમચી તેલ નાખો. હવે તેને વ્યવસ્થિત રીતે મીક્ષ કરો.
મીક્ષ કરેલા લોટ માં જરૂર પ્રમાણે પાણી નાખી ને લોટ તૈયાર કરવો. (બાંધવો) આ લોટ રોટલી જેવો રાખવો. એટલે કે ખુબ કઠણ ન રાખવો.
ત્યાર બાદ એક બાઉલ માં સમારેલી ડુંગળી, કેપ્સિકમ, બાફેલી મકાઈ ન દાણા, ખમણેલું ગાજર મીક્ષ કરો અને તેમાં ચીઝ પણ ઉમેરો.
આ વેજિટેબલ્સ માં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ પિઝા સોસ આ બધું મીક્ષ કરો ( જો પિઝા સોસ ન હોય તો ટોમેટો કેચપ પણ ચાલે) હવે તેમાં મરી પાઉડર તથા સ્વાદ અનુસાર મીઠું નાખો.
આ બધી વસ્તુઓ ને મીક્ષ કરી ને સ્ટફિંગ તૈયાર કરો.
હવે બાંધેલા લોટ ને મસળીને એમાંથી બે પરાઠા જેટલો લુઓ લો. અને બે પરાઠા વાણો આ પરોઠા રેગ્યુલર પરોઠા કરતા થોડા જાડા રાખવા.
હવે એક પરાઠા પર આ બનાવેલું સ્ટફિંગ (મિશ્રણ) પાથરવું. બિલકુલ પિઝા પર પાથરીએ તેવી રીતે થોડું વધારે લેવું.
બીજું પરાઠુ તેની ઉપર મૂકીને સ્ટફિંગ ને ઢાંકી દેવું.
આ બનાવેલા પરાઠાની કિનારી ને કાંટા ચમચી ની મદદ થી દબાવીને બંધ કરી દો.
આ તૈયાર થયેલા પરાઠા ને શેકવા માટે તવી ગરમ કરવા મુકો.
તવી ગરમ થાય એટલે તેના પર થોડું તેલ લગાવવું. અને પરોઠું શેકવા માટે તેના પર મૂકવું.
બંને બાજુ થી સોનેરી કલર નું થાય એટલે આ પરોઠું તૈયાર થઇ ગયું.
આ પરોઠા ને એક ડીશ માં મુકો અને સોસ સાથે સર્વ કરો.
બસ આ લો તૈયાર છે આપણા પિઝા પરોઠા અને સોસ સાથે ખાઈ ને મજા ઉઠાવો .