પોટેટો ચીઝ પેન કેક રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આજે કાંઈક નવું બનાવીયે. આજે હું લઈને આવી છું એક ફરાળી વાનગી ની રેસીપી .આ વાનગી નું નામ છે "પોટેટો ચીઝ પેન કેક". આમ તો આપણે ઉપવાસ માં બટેકા ખાઈએ જ છીએ પરંતુ આજે આપણે અહીં ચીઝ ને પણ ઉપયોગ માં લેવા નું છે. એટલે કે જે લોકો ખાવા ના શોખીન છે તેમના માટે એક નવી વાનગી આજે હું લઇ ને આવી છું. તો ચાલો પોટેટો ચીઝ પેન કેક ની રેસીપી જોઈએ .
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૨
પોટેટો ચીઝ પેન કેક રેસિપી બનાવવાની સામગ્રી:
- ૪ મધ્યમ સાઈઝ ના બટેકા
- ૨ ચમચી રાજગરા નો લોટ
- ૧ કપ ચીઝ, ખમણેલું
- ૧/૨ ચમચી આદુ ની પેસ્ટ
- ૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ
- મરી પાવડર, સ્વાદ અનુસાર
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ અનુસાર
પોટેટો ચીઝ પેન કેક રેસિપી બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ બટેકા ની છાલ ઉતારી ને બટેકા ને ધોઈ નાખો
બટેકા ને એક બાઉલ માં ખમણી લો
આ ખમણેલા બટેકા માં આદુ મરચા ની પેસ્ટ ને ઉમેરો
ત્યાર બાદ તેમાં મરી પાવડર અને મીઠું પણ ઉમેરો
હવે બાઉલ માં ઉમેરેલી બધી સામગ્રી ને એક ચમચી વડે વ્ય્વસ્થિત મીક્ષ કરવી
ત્યાર બાદ આ મિશ્રણ માં બે ચમચી તેલ અને રાજગરા નો લોટ ઉમેરો અને કરી મિક્ષ કરી દો
હવે ગેસ પર એક નોનસ્ટિક પેન ને ગરમ કરવા મુકો
આ પેન માં તેલ લગાવો અને બટેકા ના મિશ્રણ નું લેયર પાથરો
હવે તેને ધીમા ગેસ પર શેકાવા દો
થોડી વાર બાદ આ લેયર પર ચીઝ નું લેયર કરો
હવે ફરી તેના પર બટેકા ના મિશ્રણ નું લેયર કરો
હવે આ પેન કેક ને બંને સાઈડ વારા ફરતી શેકો
આ પેન કેક ને બને બાજુ સોનેરી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો
તો બસ તૈયાર છે આપણા ફરાળી પોટેટો ચીઝ પેન કેક
હવે તૈયાર પોટેટો ચીઝ પેન કેક ને એક સર્વિંગ પ્લેટ માં કાઢી લો અને સર્વ કરો અને ઉપવાસ માં પણ ચીઝ નો સ્વાદ માણો