પંજાબી કઢી રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ગુજરાત માં રોજ બધા સાદી કઢી તો બનાવતા જ હશો. પણ પંજાબ માં કઢી અલગ રીતે બનાવામાં આવે છે. પંજાબ માં કઢી માં પકોડા ઉમેરી ને બનાવામાં આવે છે. વળી એ પંજાબી કઢી માં ગળપણ પણ નાખવા માં આવતું નથી. પણ એ પકોડા કઢી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલા જોડે ખાવાની તો સૌથી વધારે મજા આવે છે. આ પંજાબી કઢી ને ભાટ જોડે પણ ખવાય છે. રોજ આપણે એક ની એક કઢી ખાઈ ને થાકી ગયા હોઈ એ તો કોઈક વાર આ નવી કઢી પણ બનાવી જોઈએ. ઘર ના બધા પણ આ નવી કઢી જોઈને ખુશ થઇ જશે. તો રોજ એક ની એક કઢી ખાઈ ને કંટાળી ગયા હોય તો બનાવો કંઈક અલગ સ્વાદિષ્ટ પંજાબી પકોડા કઢી. તો ફટાફટ જાણી લો પંજાબી પકોડા કઢી બનાવની રીત અને કરી દો ઘર ના બધા ને ખુશ.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૩૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
પંજાબી કઢી રેસિપી બનાવવાની સામગ્રી:
- કઢી માટે
- ૧ કપ દહીં
- ૧/૪ કપ ચણા નો લોટ
- ૧/૨ ચમચી હળદર
- ૨ ચમચી તેલ
- ૧/૨ ચમચી સૂકા મેથી દાણા
- ૧/૨ ચમચી જીરું
- ૬-૭ આખા મરી
- ૨ સૂકા લાલ મરચા
- ૧/૨ ચમચી આદુ ની પેસ્ટ
- ૧ ચમચી લાલ મરચું
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
- પકોડા માટે
- ૩/૪ કપ ચણા નો લોટ
- ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
- ૧/૨ કપ લીલી મેથી સમારેલી
- ૧/૨ ચમચી આદુ ની પેસ્ટ
- ૧/૪ ચમચી અજમો
- ૧/૨ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી ખાવા નો સોડા
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
પંજાબી કઢી રેસિપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં પકોડા બનાવવા માટે બધી સામગ્રી મીક્ષ કરો
તેમાં ૧/૪ કપ પાણી ઉમેરો અને પકોડા બનાવવા નો લોટ તૈયાર કરો
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં નાની સાઈઝ ના પકોડા મુકો અને તેને આછા સોનેરી રંગ ના તળી લો
આવી રીતે બધા જ પકોડા બનાવી ને તૈયાર કરી લો અને એક ડીશ માં બાજુ માં મૂકી દો
કઢી બનાવવા માટે એક વાસણ માં દહીં, ૩ કપ પાણી, હળદર, ચણા નો લોટ,મીઠું મીક્ષ કરો અને તેમાં બ્લેન્ડર ફેરવી દો
હવે એક કડાઈ અથવા તપેલી માં ૨ ચમચી તેલ ગરમ કરો
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, સૂકા મેથી દાણા, મરી અને સૂકા લાલ મરચા મીક્ષ કરો
હવે તેમાં આદુ ની પેસ્ટ ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો
પછી તેમાં બનાવેલું કઢી નું છાશ વાળું મિશ્રણ ઉમેરો
કઢી માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો અને ધીમા ગેસ પર ૧૦-૧૫ મિનિટ સુધી ઉકળવા દો
વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી કઢી નીચે બેસી ના જાય
પછી કઢી માં લાલ મરચું અને બનાવેલા પકોડા ઉમેરો અને ૪-૫ મિનિટ સુધી હલાવો
ગેસ બંધ કરી દો અને તેમાં લીલી કોથમીર મીક્ષ કરો
તૈયાર છે પંજાબી કઢી ગરમ ગરમ સર્વ કરો