રગડા ચાટ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ચાટ બધાને જ હું ભાવતો હોય. ચાટ નું નામ સાંભળી ને મ્હોં માં પાણી આવવા લાગે. પણ ઘણા બધા ચાટ બનાવ માટે બહુ મેહનત કરવી પડે અને થાકી પણ જવાય. એટલે અહીંયા મેં એકદમ સરળ અને ફટાફટ બની જાય એવા રગડા ચાટ ની રેસીપી લાવી છું. આ રાગડા ચાટ ફટાફટ બની જાય છે અને બહુ મેહનત પણ નથી કરવી પડતી. સ્વાદ માં તો બહુ જ સરસ હોય છે. તમે પણ એક વાર જરૂર થી બનાવજો આ રગડા ચાટ. ઘર ના બદ્ધ બહુ ખુશ થઇ જશે અને મજા આવી જશે બધા ને. જો સેવ ઉસળ નો રગડો વધ્યો હોય કે રાગડા પેટીસ નો રગડો, તેમાં થી પણ આ રગડા ચાટ બનાવી શકાય છે. તો ફટાફટ જાણી લો આ રગડા ચાટ ની રેસીપી
તૈયારીનો સમય:૭-૮ કલાક
બનાવવા નો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
રગડા ચાટ રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ સૂકા લીલા વટાણા
- ૨ બટાકા
- ૨ ચમચી તેલ
- ૧/૨ ચમચી રાય
- ૨ આખા સૂકા લાલ મરચા
- ચપટી હિંગ
- ૧/૪ ચમચી હળદર
- ૧/૨ ચમચી ગરમ મસાલો
- ૧ ચમચી લાલ મરચું
- ૪ કપ વઘારેલા મમરા
- ૪ કપ ઝીણી સેવ
- ૨ કપ ડુંગળી, ઝીણી સમારેલી
- ૧ કપ ટામેટું, ઝીણું સમારેલું
- લીલી ચટણી
- ખજૂર આંબલી ની ચટણી
- કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
રગડા ચાટ રેસીપી બનાવવા ના સ્ટેપ:
સૂકા લીલા વટાણા ને ધોઈ ને ૫-૬ કલાક માટે ગરમ પાણી માં પલાળી દો
હવે બટાકા ની છાલ ઉતારી લો અને તેના માપ ના ટુકડા કરી સમારી લો
હવે એક કુકર માં પલાળેલા વટાણા, બટાકા ના ટુકડા, મીઠું અને ૩ કપ પાણી નાખી ને બાફી લો
એક કડાઈ અથવા તપેલી માં તેલ ગરમ કરો અને તેમાં રાય નાખો
રાય ફૂટી જાય એટલે તેમાં હિંગ, સૂકા લાલ મરચા, હળદર અને બાફેલા વટાણા બટાકા નો રગડો મિક્ષ કરો
હવે તેમાં લાલ મરચું, ગરમ મસાલો અને ૧/૨ ગ્લાસ પાણી મિક્ષ કરો અને ૫-૭ મિનિટ સુધી ઉકળવા દો
બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો
હવે એક મોટા વાટકા માં આ ૨-૩ ચમચા વટાણા બટાકા નો રગડો લો તેની પર ડુંગળી, લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી, મમરા, ટામેટા, ઝીણી સે અને કોથમીર નાખો
હવે તેને ગરમ ગરમ સર્વ કરો