રાજ કચોરી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ચાટ એ બધા ની પ્રિય વાનગી છે. ચાટ કોને ના ભાવે, બધા ને જ ભાવે. નામ સાંભળતા જ મ્હોં માં પાણી આવી જાય. અહીંયા હું એક એવા જ ચાટ ની રેસીપી લઇ ને આવી છું એ છે રાજ કચોરી. રાજ કચોરી બહુ જ સ્વાદિષ્ટ અને બીજા બધા ચાટ માં બેસ્ટ ચાટ છે. રાજ કચોરી બનાવવા માટે બહુ મેહનત કરવી પડે છે અને તૈયારી પણ બહુ કરવી પડે છે પણ આટલી મેહનત કર્યા પછી જયારે ખાવા મળે ને ત્યારે બહુ જ મજા આવે છે. તમે એકવાર આ રાજ કચોરી બનાવશો તો ઘર ના પણ બધા બહુ ખુશ થઇ જશે અને તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો આ રાજ કચોરી બનાવવાની રીત.

તૈયારીનો સમય:૨૦-૨૫ મિનિટ

બનાવવા નો સમય:૩૦-૩૫ મિનિટ

વ્યક્તિ માટે:

રાજ કચોરી રેસીપી બનાવવાની સામગ્રી:

રાજ કચોરી રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં સોજી, મેંદો, મીઠું, અને ૧/૪ કપ પાણી મીક્ષ કરો અને લોટ બાંધી લો લોટ ને ૧૦-૧૨ મિનિટ સુધી મસળો

લોટ ને ૮ સરખા ભાગ પડી દો અને લુઆ બનાવી લો.

કચોરી માં ભરવા માટે, પૂરાં બનાવવા માટે એક વાસણ માં ચણા નો લોટ, વરિયાળી નો પાઉડર, લાલ મરચું, બેકિંગ સોડા, મીઠું, તેલ અને પાણી મીક્ષ કરો અને સોફ્ટ લોટ બાંધી લો તેના પણ આઠ સરખા ભાગ કરો

હવે સોજી અને મેંદા ના લોટ ની પુરી માં આ ચણા ના લોટ નું મિશ્રણ ભરીને કચોરી જેટલી આકારની પુરી માં વાણી લો

આવી જ રીતે ૮ પુરી વણી લો અને કચોરી તૈયાર કરી લો

હવે કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં વણેલી કચોરી નાખો અને કચોરી ને ચમચા વડે થોડી દબાવો એટલે ફૂલી જાય

કચોરી ફૂલી જાય એટલે તેલ ને ગેસ મધ્યમ કરી દો અને કચોરી ને આછા સોનેરી રંગની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

કચોરી ને બહાર કાઢી લો અને ઠંડી થવા દો

હવે રાજ કચોરી બનાવવા માટે કચોરી માં વચ્ચે હાથ થી કાણું પાડો અને ડીશ માં મુકો

તેમાં ફણસી પુરી ના ટુકડા, બટાકા ના ટુકડા, દહીંવડા ના વડા, ચણા અને ઉગાડેલા મગ ભરી દો

હવે તેમાં ઉપર થી શેકેલા જીરું નો પાઉડર, લાલ મરચું અને સંચરળ ભભરાવો

પછી તેમાં લીલી ચટણી, ખજૂર- આંબલી ની ચટણી, અને દહીં નાખો તેની પર નાયલોન સેવ અને થોડી કોથમીર ભભરાવો

તૈયાર રાજ કચોરી ને તરત જ સર્વ કરો