રાજગરા નો શિરો રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઉપવાસ માં હંમેશા ખાવાની તકલીફ હોય કે શું ખાવું અને શું ના ખાવું. એમાં પણ જે મીઠું ના ખાતા હોય એની માટે તો ખાસ. તો અહીંયા હું રાજગરા ના શીરા ની રેસીપી લઇ ને આવી છું. રાજગરા નો શિરો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને ઉપવાસ માં ખવાય પણ છે. ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકાય છે. જો તમે ઉપવાસ માં ખાવા ના બનાવતા હોય તો એમાં ખાંડ ની જગ્યા એ ગોળ નો પણ ઉપયોગ કરી શકો છો. ગોળ એ ખાંડ કરતા વધારે હેલ્થી હોય છે. એટલે ગોળ નો ઉપયોગ કરવો વધારે સારો. તો આજે જ જાણી લો આ રાજગરા ના શિરો ની રેસીપી.
રાજગરા નો શિરો રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ રાજગરા નો લોટ
- ૩ કપ પાણી
- ૧/૨ કપ ખાંડ અથવા સ્વાદ અનુસાર
- ૧ ચમચી કાજુ બદામ ની કતરણ
- ૪ ચમચી ઘી
રાજગરા નો શિરો રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક તપેલી/ વાસણ માં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મુકો
પાણી ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો
હવે એક કડાઈ માં ઘી ગરમ કરો અને તેમાં રાજગરા નો લોટ ઉમેરો
રાજગરા ના લોટ ને ઘી માં ધીમા તાપે આછા સોનેરી રંગ નો થાય અને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકો
લોટ શેકાય જાય એટલે તેમાં ખાંડ વાળું ગરમ પાણી ઉમેરો અને ધીમે ધીમે મિક્ષ કરો જેથી ગાંઠા ના પડે
શીરા ને ધીમા ગેસ પર સતત હલાવતા રહો
બધું પાણી બળી જાય અને શીરા માંથી ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો
તેમાં ઉપર કાજુ બદામ ની કતરણ પાથરો અને ગરમ ગરમ સર્વ કરો