રાજકોટ ની લીલી ચટણી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
રાજકોટ ની લીલી ચટણી નું નામ તો સાંભળ્યું જ હશે અને બધા ને ભાવતી જ હશે. જો તમે રાજકોટ ગયા હસો તો આ ચટણી ખાધી જ હશે. તો આજે જ બધા શીખી લો કે કેવી રીતે બને છે આ રાજકોટ ની ચટણી.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
રાજકોટ ની લીલી ચટણી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧/૨ કપ મગફળી
- ૩ તીખા લીલા મરચાં (સ્વાદ અનુસાર લેવા )
- ૧/૨ ચમચી લીંબુનો રસ
- ચપટી હળદર પાવડર
- મીઠું સ્વાદ અનુસાર
રાજકોટ ની લીલી ચટણી રેસીપી બનાવવા ના સ્ટેપ:
મગફળી, લીલા મરચાં,ચપટી હળદર પાવડર, અને મીઠું આ બધું મિક્સર જાર માં નાખી ને તેને ગ્રાઇન્ડ કરો
સરસ પેસ્ટ બનાવવા માટે લીંબુ નો રસ અને ૪ ચમચી જેટલું પાણી ઉમેરો અને ફરી થી મિક્સર માં ગ્રાઇન્ડ કરો.
જરૂરી લાગે તો થોડું પાણી વધારે ઉમેરવું પણ ચટણી બહુ પાતળી ના થઇ જાય તેનું ધ્યાન રાખવું.
હવે ચટણી ને મિક્સર ના જાર માંથી કાઢી લો અને એક પ્લાસ્ટિક અથવા કાચ ની બરણી માં ભરી લો.
આ ચટણી ને તમે લાંબો સમય સુધી ફ્રીઝ માં મૂકી રાખી શકો છો.
આ ચટણી ને કોઈ પણ વાનગી સાથે પીરસી શકાય છે.