રવા ઇડલી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઈડલી તો બધા ને ભાવતી જ હોય. પણ તૈયારી વગર ઈડલી બને નહિ. ઈડલી બનાવા માટે ઓછા માં ઓછા ૮-૧૦ કલાક તો જોઈ એ જ. એ પણ પાછું આથા વાળું. ઘણા ને આથા વળી વસ્તુ ફાવે નહિ. રવા ઈડલી એ બહુ જ સરસ વિકલ્પ છે. એમાં આથો લાવાના ની પણ જરૂર નથી અને ફટાફટ તૈયાર પણ થઇ જાય છે. તો આજે જ બનાવો ઇન્સ્ટન્ટ રવા ઈડલી.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
રવા ઇડલી રેસીપી બનાવવાની સામગ્રી:
- 2 કપ રવો
- 1 કપ દહીં
- 2 ચમચી તેલ
- 1/2 ચમચી રાય
- 1/2 ચમચી જીરું
- 1 ચમચી ચણા દાળ
- 2 લીલા મરચાં
- 10 કાજુ, ટુકડા કરેલા
- ૬ મીઠા લીંબડા ના પાન
- 1 અને 1/2 ચમચી ઇનો અથવા બેકિંગ સોડા
- મીઠું સ્વાદ અનુસાર
રવા ઇડલી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય, જીરું અને ચણા દાળ નાખો.
રાય ફૂટી જાય એટલે મીઠો લીંબડો, લીલા મરચા, કાજુ ના ટુકડા ઉમેરો અને હલાવો.
હવે એમાં રવો ઉમેરો અને ધીમા ગેસ પર આછા સોનેરી રંગ નો થાય ત્યાં સુધી સેકો.
હવે સેકેલા રવા ને એક વાસણ માં કાઢી લો અને ઠંડો થવા દો.
રવો એકદમ ઠંડો થઇ જાય પછી તેમાં દહીં, દોઢ કપ પાણી અને મીઠું ઉમેરી ને હલાવો. (જરૂર પડે તો પાણી ઉમેરવું. ઈડલી ના ખીરું જેવું રાખવું)
વાસણ ને ઢાંકી દો અને ૧૦ મિનિટ માટે રહેવા દેવું.
હવે ઈડલી ના કુકર માં જરૂરી પાણી ભરી ને ગરમ કરવા મૂકવું અને ઈડલી સ્ટેન્ડ ને તેલ લગાવી લેવું.
હવે રવા ના ખીરા માં ઇનો અથવા બકીંગ સોડા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
હવે આ ખીરા ને ઈડલી સ્ટેન્ડ માં ભરી લો અને ૧૦ મિનિટ માટે સ્ટીમ કરવા મુકો.
રવા ઈડલી સ્ટીમ થઇ જાય એટલે એને સ્ટેન્ડ માંથી કાઢી લો.
આ તૈયાર રવા ઈડલી ને નારિયેળ ની ચટણી અથવા સંભાર સાથે પીરસો.