રવા ઉત્તપમ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત.

તૈયારીનો સમય:૧૫ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

રવા ઉત્તપમ રેસીપી બનાવવાની સામગ્રી:

રવા ઉત્તપમ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં સોજી(રવો), દહીં અને પાણી મીક્ષ કરો

આ મિશ્રણ ને બરાબર હલાવો અને પછી ઢાંકી ને ૨૦ મિનિટ માટે બાજુ માં મૂકી દો

હવે આ મિશ્રણ માં મીઠું અને ખાવા નો સોડા મીક્ષ કરો અને બરાબર હલાવો

હવે નોનસ્ટિક તવી ગરમ કરો અને તેના પર તેલ લગાવો

આ તવી પર એક ચમચા જેટલું ખીરું રેડો અને થોડું ફેલાવી દો (બહુ પાતળું કરવું નહિ)

હવે તેના પર થોડી ડુંગળી, થોડા ટામેટા, લીલા મરચાં અને કોથમીર ભભરાવો

હવે તેને તવેથા થી થોડું દબાવી દો હવે તેની પર થોડું તેલ રેડો અને આછા સોનેરી રંગ નું શેકી લો

હવે તેને બીજી બાજુ ફેરવી દો અને તે બાજુ પર આછા સોનેરી રંગ નું શેકી લો

આવી જ રીતે બીજા બધા ઉત્તપમ તૈયાર કરી લો

ગરમ ગરમ ઉત્તપમ ને સંભાર અથવા કોઈ પણ ચટણી સાથે સર્વ કરો