રવા વડા રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. એમાં મેંદુ વડા બહુ જ પ્રખ્યાત. પણ મેંદુ વડા બનાવા માટે આગળ થી તૈયારી કરવી પડે. જો ઇન્સ્ટન્ટ બનાવા હોય તો બને નહિ. એટલે જો વડા ખાવાની ઈચ્છા થાય અને ઇન્સ્ટન્ટ વડા બનાવા હોય તો રવા માંથી બનાવી શકાય છે. રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી વડા બને છે. રવા વડા બનાવવા માટે આગળ થી કોઈ તૈયારી કરવી પડતી નથી. આ રવા વડા ને પણ સંભાર અને ચટણી જોડે પીરસવામાં આવે છે. તો ફટાફટ જાણી લો ઇન્સ્ટન્ટ રવા વડા બનાવવાની રીત, જે બનશે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
રવા વડા રેસિપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ સુજી
- ૩/૪ કપ દહીં
- ૩ લીલા મરચા, ઝીણા સમારેલા
- ૧ ચમચી આદુ ની પેસ્ટ
- ૧/૪ કપ તાજી લીલી કોથમીર, સમારેલી
- ૧/૪ ચમચી ખાવા નો સોડા
- તેલ તળવા માટે
- મીઠું સ્વાદ અનુસાર
રવા વડા રેસિપી બનાવવા ના સ્ટેપ:
એક મોટા વાસણ માં સુજી અને દહીં મિક્સ કરી એમાં લીલા મરચા, આદુ ની પેસ્ટ અને મીઠું ઉમેરો
હવે ૧/૪ કપ પાણી ઉમેરો અને હલાવો (મિશ્રણ એકદમ ઘટ્ટ હોવું જોઈએ જેવું વડા માટે હોય એવું)
હવે એને ઢાંકી ને ૧૦ મિનિટ રેવા દો
એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ મુકો
હવે મિશ્રણ માં કોથમીર અને ખાવા નો સોડા ઉમેરીને બરાબર હલાવો
હવે હાથ ને પાણી થી ભીનો કરો અને એક ચમચી જેટલું મિશ્રણ હાથ માં લઇ એને એને દબાવો અને વચ્ચે આંગળી થી કાણું પાડો
એને ગરમ તેલ માં મુકો અને મીડીયમ ગેસ પર સોનેરી કલર નું થાય ત્યાં સુધી તળો
એવી જ રીતે બીજા બધા વડા તૈયાર કરો અને ગરમ ગરમ લીલી ચટણી સાથે પીરસો