આખી રાય થી આથેલાં ગાજર
Ripalરેસીપી
બનાવવા ની રીત:
રોજ જમવા જોડે અથાણું કે સંભારો હોય તો જમવા માં માજા આવે. અહીંયા ગાજર માંથી બનાવેલું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. ગાજર ને અહીં બતાવ્યા રીતે આથી દેવાના, જે ૧૫- ૨૦ દિવસ સુધી સારા રહે છે. ગાજર નું અથાણું આખી રાય થી બનાવ્યું છે. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે એક વાર જરૂર થી બનાવજો આ આથેલાં ગાજર. તો આજે જ જાણી લો ગાજર નું રાય વાળું અથાણું બનાવની રીત.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
આખી રાય થી આથેલાં ગાજર બનાવવાની સામગ્રી:
- ૫૦૦ ગ્રામ ગાજર (દેશી ગાજર હોય તો વધુ સારું)
- ૧/૪ કપ આખી રાય
- ૧ ચમચી લીંબુ નો રસ
- ૧/૪ ચમચી હળદર
- ૨ ચમચી તેલ
- મીઠું સ્વાદ અનુસાર
આખી રાય થી આથેલાં ગાજર બનાવવા ના સ્ટેપ:
ગાજર ને ધોઈ ને તેની છાલ ઉતારી દો
હવે ગાજર ના ૧ ઇંચ જેટલા લાંબા ટુકડા કરી લો
એક વાસણ માં ગાજર માં પૂરતું મીઠું નાખી ને ૨ -૩ કલાક માટે રેવા દો
આખી રાય ને ખંડણી માં અધકચરી ખાંડી લો
હવે ગાજર માંથી બધું મીઠા વાળું પાણી કાઢી લો.
પછી અધકચરી ખાંડેલી રાય, લીંબુ નો રસ, હળદર, તેલ બધું ગાજર માં મિક્ષ કરો.
ગાજર ને હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.
આ ગાજર નું અથાણું ૧૫-૨૦ દિવસ સારું રહે છે તેને ફ્રિજ માં રાખવું.