સાબુદાણા ની ખીચડી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તૈયારીનો સમય:૧૫-૨૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

સાબુદાણા ની ખીચડી બનાવવાની સામગ્રી:

સાબુદાણા ની ખીચડી બનાવવા ના સ્ટેપ:

સાબુદાણા ને બે થી ચાર વખત ધોઈ લો અને પછી તેમાં એક કપ પાણી નાખી ને ૩-૪ કલાક માટે પલાળી દો

સીંગદાણા ને ખાંડણી દસ્તા વડે અધકચરું વાટી લો

એક કડાઈ માં તેલ/ ઘી ગરમ કરો અને તેમાં જીરું, લીમડો, લીલા મરચા, અને સીંગદાણા નો અધકચરો ભૂકો ઉમેરો અને સાંતળો

હવે તેમાં કાપેલા બટાકા ના ટુકડા ઉમેરો અને તેને ૪-૫ મિનિટ માટે ઢાંકી ને શેકાવા દો

બટાકા બરાબર શેકાય જાય એટલે તેમાં પલાળેલા સાબુદાણા, મીઠું અને લીંબુ નો રસ ઉમેરો અને ૪-૫ મિનિટ સુધી હલાવો

ગેસ બંધ કરી દો અને લીલી કોથમીર મિક્ષ કરો

સાબુદાણા ની ખીચડી ગરમ ગરમ પીરસો