સરગવા નો સૂપ
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈ એ છે. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સર્જવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સર્જવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને બીજા ઘણા બધા ફાયદા છે. એટલે રોજ સવારે ઉઠી ને એક કપ સરગવાનો સૂપ પીવો જ જોઈએ. તમે પણ પીવો અને ઘર ના બધા ને પીવડાવો આ સરગવાનો સૂપ. તો આજે જ જાણી લો કેવી રીતે બને છે આ સરગવાનો સૂપ.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
સરગવા નો સૂપ બનાવવાની સામગ્રી:
- ૩-૪ સરગવાની સીંગ
- ૧ ચમચી ઘી
- ૧ નાની ડુંગળી, ઝીણી સમારેલી
- ૫-૬ કળી લસણ, ઝીણું સમારેલું
- ૧/૪ ચમચી જીરું પાઉડર
- ૧/૨ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ અનુસાર
- ૧ ચમચી કોથમીર સમારેલી
સરગવા નો સૂપ બનાવવા ના સ્ટેપ:
સરગવાની સીંગ ને ધોઈ લો અને તેને લાંબા ટુકડા માં કાપી લો
આ સરગવા ની સીંગ ને બાફી લો
સરગવાની સીંગ બફાય જાય એટલે આ બાફેલી સીંગ ને એક બાજુ કાઢો અને આ બાફેલા પાણી ને એક વાસણ લઇ લો
બાફેલું પાણી સાચવી રાખવાનું છે
હવે બાફેલી સરગવાની સીંગ માંથી તેનો બધો ગર (પલ્પ) કાઢી લો
હવે આ ગર અને સરગવો બાફેલું પાણી મિક્સ કરીને મિક્સર માં પીસી લો
હવે એક કડાઈ મા ઘી ગરમ કરો
ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લસણ અને ડુંગળી નાખીને ૨ મિનિટ સાંતળો
ડુંગળી બરાબર સંતળાય જાય એટલે તેમાં પીસેલો સરગવા નો પલ્પ ઉમેરો અને બરાબર મિક્સ કરી દો
જો સૂપ વધારે ઘટ્ટ હોય તો તેમાં જરૂરી પાણી ઉમેરવું
હવે તેમાં મરી પાઉડર, જીરું પાઉડર અને મીઠું મિક્સ કરો
આ સરગવાના સૂપ ને ૩-૪ મિનિટ ઉકાળવા દો પછી ગેસ બંધ કરી દો
સૂપ માં કોથમીર મિક્સ કરો અને ગરમ ગરમ પીરસો