શિર ખુરમા (સેવૈયા) રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

શિર ખુરમા અથવા સેવૈયા નામ તો સાંભળ્યું જ હશે. લોકો એને અલગ અલગ નામ થી ઓળખે છે પણ બને તો એક જ રીત થી છે. આ શિર ખુરમ એટલે કે સેવૈયા ને ખીર ની જેમ જ બનાવામાં આવે છે પણ આને બનાવતા ઓછો સમય લાગે છે. વળી આ સેવૈયા ઈદ માં ખાસ કરી ને બનાવાય છે. આ સેવૈયા ખાવાની પણ બહુ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ બહુ લાગે છે. જો તમને ઠંડાઈ ભાવતી હોય તો તમે આમાં ઠંડાઈ નો મસાલો પણ મિક્સ કરી શકો છો અને ઠંડાઈ ના સ્વાદ વાળી સેવૈયા બનાવી શકો છો. તો ફટાફટ જાણી લો આ શિર ખુરમા એટલે કે સેવૈયા બનાવાની રીત.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૧૫-૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

શિર ખુરમા (સેવૈયા) રેસીપી બનાવવાની સામગ્રી:

શિર ખુરમા (સેવૈયા) રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કઢાઈ માં ઘી ગરમ કરો અને તેમાં ચારોલી, બદામ, કાજુ, પિસ્તા, સૂકી દ્રાક્ષ, અને સૂકું કોપરું મિક્ષ કરો અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.

પછી તેમાં સેવૈયા મિક્ષ કરો અને ૨-૩ મિનિટ સુધી તેને શેકો.

હવે તેમાં દૂધ અને ખાંડ મિક્ષ કરો અને તેને ૧૦-૧૨ મિનિટ સુધી ઉકાળવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

હવે તેમાં એલચી પાઉડર અને કેસર ના તાંતણા મિક્ષ કરો અને ફરી થી ૧-૨ મિનિટ સુધી ઉકાળવા દો.

ગેસ બંધ કરી દો અને સેવૈયા ને ગરમ અથવા ઠંડી કરી ને સર્વ કરો.