સીંધી કોકી રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બધા ના ઘરે સવારે નાસ્તા માં પરાઠા અથવા તો ભાખરી બનતી જ હશે. કોઈક વાર નાસ્તા માં બીજું કંઈક પણ બનતું હોય જેમકે થેપલા, બટાકા પૌવા વગેરે વગેરે...હું અહીંયા સવારે નાસ્તા માં બનાવવા માટે અને બાળકો ને ટિફિન માં ભરી શકાય એવા જ એક પરાઠા ની રેસીપી લાવી છું એ છે કોકી. આ કોકી મોટા ભાગે સિંધી લોકો ના ઘર માં બને છે. આ કોકી રેસીપી સિંધી લોકો ની છે. તે લોકો મોટા ભાગે આ કોકી પરાઠા બનાવતા હોય છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. સિંધી કોકી એ ડુંગળી ના પરાઠા છે પણ થોડી અલગ રીતે બનાવવામાં આવે છે. તો હવે સવાર ના નાસ્તા ના લિસ્ટ માં આ સિંધી કોકી રેસીપી પણ અડદ કરી લો અને સવારે નાસ્તા માં બનાવો સ્વાદિષ્ટ પરાઠા સિંધી કોકી.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:૨-૩

સીંધી કોકી રેસિપી બનાવવાની સામગ્રી:

સીંધી કોકી રેસિપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં ઘઉં નો લોટ, ડુંગળી, લીલા મરચાં, જીરું, મીઠું મીક્ષ કરો અને કઠણ લોટ બાંધી લો

લોટ ને તેલ વાળો કરી લો અને ઢાંકી ને ૫-૭ મિનિટ સુધી રહેવા દો.

હવે લોટ ને હાથ વડે મસળી લો.

લોટ ને સરખા ૪-૫ ભાગ માં વહેંચી લો અને તેના લુઆ બનાવી લો.

હવે તેમાંથી એક લુઓ લો અને તેને કોરા લોટ વડે થોડો વણી લો.

આ થોડી વણેલી કોકી ને ગરમ તવી પર આછી પાકી શેકી લો (બંને બાજુ ગરમ થાય એટલી શેકી લેવી બહુ શેકવી નહિ).

હવે તેને ગેસ પરથી ઉતારી લો અને ફરીથી તેને જોઈતા પ્રમાણ માં વણી લો (કોકી હંમેશા ભાખરી જેટલી જાડી હોય છે).

હવે આ કોકી ને ગરમ તવી પર ફરીથી ઘી અથવા તેલ વડે બંને બાજુ શેકી લો

આવી જ રીતે બીજી બધી કોકી બનાવી લેવી

આ કોકી ને તમે સવારે નાસ્તા માં પીરસી શકો છો