સીંગ ભુજીયા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સીંગ ભુજીયા નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી ગયું ને. તીખા અને ચટપટા સીંગ ભુજીયા બધા ને જ ભાવતા હોય. એમાં પણ હલ્દીરામ ના સીંગ ભુજીયા બેસ્ટ હોય છે. ઘરે જ હલ્દીરામ જેવા સીંગ ભુજીયા બને તો કેટલું સારું. તો હવે ચિંતા કરવાની જરૂર નથી કમક મેં અહીંયા હલ્દીરામ જેવા જ સ્વાદિષ્ટ સીંગ ભુજીયા બનાવવાની રીત આપી છે. જો તમે અહીં બતાવેલી રીત થી સીંગ ભુજીયા બનાવશો તો એ હલ્દીરામ જેવા સ્વાદિષ્ટ જ સીંગ ભુજીયા બનશે. બહાર થી સરસ ક્રિસ્પી અને મસાલેદાર સીંગ ભુજીયા બનશે. તો ફટાફટ જાણી લો બધા ના પ્રિય સ્વાદિષ્ટ સીંગ ભુજીયા બનાવવાની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૨
સીંગ ભુજીયા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ અને ૧/૨ કપ સીંગદાણા
- ૩/૪ કપ ચણા નો લોટ
- ૧ ટી.સ્પૂન લાલ મરચું
- ૧ ટી.સ્પૂન ગરમ મસાલો
- ૧/૪ ટી.સ્પૂન હળદર
- ૧/૨ ટી.સ્પૂન જીરું નો પાઉડર
- ૧/૨ ટી.સ્પૂન ચાટ મસાલો
- ચપટી ખાવા નો સોડા
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
સીંગ ભુજીયા રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં સીંગદાણા, ચણા નો લોટ, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, જીરું નો પાઉડર, ચાટ મસાલો, ખાવા નો સોડા અને મીઠું મીક્ષ કરો
હવે તેમાં ૨ થી ૪ ચમચી પાણી ઉમેરો જેથી બધો મસાલો સીંગદાણા પર ચોંટી જાય (મસાલો એકદમ જાડો હોવો જોઈએ એટલે જરૂર પૂરતું જ પાણી ઉમેરવું)
હવે તેમાં ૨ ચમચી તેલ મીક્ષ કરો
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક એક છુટા છુટા મસાલા વાળા સીંગદાણા નાખો
સીંગદાણા ને મધ્યમ આંચ પર આછા સોનેરી રંગ ના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
હવે સીંગ ભજીયા ને એક બાઉલ માં કાઢી લો અને તેની પર થોડો ચાટ મસાલો અને લાલ મરચું ભભરાવો
સીંગભજીયા ઠંડા થઇ જાય એટલે તેને એક ડબ્બા માં ભરી લો