સીંગ સેવ સ્લાઈસ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
બાળકો ને રોજ નાસ્તા માં શું ભરી દેવું એની માથાકૂટ હોય અને સવાર માં સમય પણ ના હોય કે કંઈક બનાવી આપીયે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી। કેમકે અહીંયા મેં સીંગ સેવ સ્લાઈસ ની રેસીપી લાવી છું. આ સીંગ સેવ સ્લાઈસ ફટાફટ ૫ મિનિટ માં બની જાય છે અને બધા ને ભાવતી પણ હોય છે. આ બનાવા માટે બ્રાઉન બ્રેડ નો જ ઉપયોગ કરવો એટલે હેલ્થી પણ થાય. તો આજે જ જાણી લો બજાર માં મળે એવી સીંગ સેવ સ્લાઈસ ની રેસીપી.
તૈયારીનો સમય:૫ મિનિટ
વ્યક્તિ માટે:૨
સીંગ સેવ સ્લાઈસ રેસીપી બનાવવાની સામગ્રી:
- ૪ બ્રેડ સ્લાઈસ (બ્રાઉન અથવા વાઈટ)
- ૧ કપ મસાલા સીંગ
- ૧ કપ નાઈલોન સેવ
- ૨ ચમચી ચાટ મસાલો
- ૩ ચમચી બટર
સીંગ સેવ સ્લાઈસ રેસીપી બનાવવા ના સ્ટેપ:
બ્રેડ ને લઇ ને તેની કિનારી કાપી નાખો
હવે બધી બ્રેડ પર એક બાજુ બટર લગાવી લો અને તેના પર ચાટ મસાલો ભભરાવો
હવે એક બ્રેડ લો અને તેના અડધા ભાગ પર મસાલા સીંગ પાથરો અને તેની પર ઝીણી સેવ પાથરો
હવે તે સ્લાઈસ ને વચ્ચે થી વળી ને સીંગ અને સેવ વાળા ભાગ પર મૂકી દો
આવી રીતે બીજી બ્રેડ તૈયાર કરી લો
તૈયાર છે સીંગ સેવ સ્લાઈસ