સોજી ના પારા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

આપણે ઘરે હંમેશા કંઈક નાસ્તો બનાવતા જ હોઈએ છે જેમકે પુરી, શક્કર પારા, નામક પારા. પણ મોટા ભાગ ની વસ્તુ મેંદા માંથી જ બનતી હોય છે. જો એવો જ કોઈક સ્વાદિષ્ટ નાસ્તો બીજા માંથી પણ બનતો હોય અને સાથે હેલ્થી પણ હોય તો સારું પડે. તો અહીંયા હું એક એવા જ નાસ્તા ની રેસીપી બતાવી રહી છું જે સૂજી માંથી બનાવ્યો છે હા સૂજી ના પારા. આ સૂજી ના પારા બહુ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી હોય છે. વળી આ સૂજી માંથી બને છે એટલે હેલ્થી પણ હોય જ છે. એક વાર તો જરૂર થી બનાવજો આ સોજી ના પારા. તો ફટાફટ જાણી લો આ સોજી ના પારા બનાવવાની રીત. એક વાર જો તમે આ સોજી ના પારા બનાવશો તો વારંવાર બનાવશો આ સોજી ના પારા.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

સોજી ના પારા રેસીપી બનાવવાની સામગ્રી:

સોજી ના પારા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક મિક્સર જાર માં સોજી અને મીઠું મીક્ષ કરો અને તેને કરકરું પીસી લો (ચોખા ના લોટ જેવું પીસી લો)

હવે આ સોજી ના લોટ ને એક વાસણ માં લો અને તેમાં પાણી મીક્ષ કરી ઢીલો (રોટલી જેવો) લોટ બાંધી લો

લોટ ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકી દો

અડધા કલાક પછી લોટ બરાબર કઠણ થઇ ગયો હશે (પુરી નો લોટ હોય તેવો કઠણ)

આ લોટ ને ૨-૪ મિનિટ સુધી મસળી લો

હવે લોટ માંથી એક રોટલી જેટલો લુઓ લો અને તેની રોટલી વાણી લો

હવે આ રોટલી ને આડા અને ઉભા કાપા પડી શક્કર પારા ના આકાર માં કાપી લો

આવી જ રીતે બધા શક્કર પારા તૈયાર કરી લો

હવે એક કડાઈ માં તેલ ગરમ કરો

તેલ બરાબર ગરમ થઇ જાય પછી તેમાં છુટા છુટા સોજી ના શક્કરપારા નાખો અને તેને આછા સોનેરી રંગ ના તળી લો

આ સોજી ના પારા ને તેલમાંથી કાઢી ને તરત જ તેના પર લાલ મરચું અને ચાટ નસલો ભભરાવો અને બરાર મીક્ષ કરો જેથી બધો મસાલો ચોંટી જાય

આવી જ રીતે બધા પારા તૈયાર કરી લો

તૈયાર છે સોજી ના પારા આને તમે ડબ્બા માં ભરી ને લાંબા સમય સુધી સારા રાખી શકો છો