સોજી નો હલવો રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સૂજી નો હલવો એ આખા ભારત માં બહુ જ પ્રખ્યાત સ્વીટ ડીશ છે. આ સૂજી ને હલવો મોટા ભાગે તહેવાર અને પૂજા માં બનાવ માં આવે છે. એમાં સત્ય નારાયણ ની કથા માં તો ખાસ કરી ને આ સૂજી નો હલવો હોય છે, જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. અલગ અલગ જગ્યા એ અલગ અલગ રીતે ઓળખાય છે આ સૂજી નો હલવો. ઘણી જગ્યા એ રવા કેસરી કહે છે તો ઘણી જગ્યા એ રવા નો શિરો. પણ બધા માં રીત તો એક જ હોય છે. આ સૂજી નો શિરો ફટાફટ બની જાય છે. તો આજે જ જાણી લો આ સ્વાદિષ્ટ સૂજી હલવા ની રેસીપી
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
સોજી નો હલવો રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ સોજી
- ૪ ચમચી ઘી
- ૩ કપ દૂધ
- ૪ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર
- ૧/૨ ચમચી એલચી પાઉડર
- ૨ ચમચી કાજુ બદામ ની કતરણ
- ૧૦-૧૨ સૂકી દ્રાક્ષ
સોજી નો હલવો રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં ઘી ગરમ કરો અને તેમાં સોજી ઉમેરો
સોજી ને આછા સોનેરી રંગ ની શેકો
સોજી શેકાય જાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરો અને બરાબર હલાવો
જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહો
પછી તેમાં ખાંડ અને એલચી પાઉડર ઉમેરો અને બરાબર હલાવો
ખાંડ બધી બળી જાય અને હલવા માંથી ઘી છૂટું પડે એટલે તેમાં કાજુ બદામ ની કતરણ અને દ્રાક્ષ મિક્સ કરો
ગેસ બંધ કરી દો અને અલગ વાસણ માં કાઢી લો