સાઉથ ઇન્ડિયન સીંગ ની ચટણી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સાઉથ ઇન્ડિયા માં રોજ સવારે ઈડલી, ઢોસા, વડા હોય નાસ્તા માં અને જોડે ચટણી અને ક્યારેક સંભાર હોય. આપણે બધા નારિયેળ ની ચટણી તો બનાવતા જ હોઈ એ અને એના વિશે સાંભળ્યું પણ હોય. પણ સાઉથ ઇન્ડિયન માં બહુ જ બધી જાત ની અલગ અલગ ચાની હોય છે. ત્યાં રોજ નવી નવી અલગ અલગ ચટણી બને. અપને તો ઘણા નામ પણ ના સાંભળ્યા હોય એવી. એક વાર મેં આ સીંગ ની ચટણી ખાધી હતી અને મને બહુ જ મજા આવી. સ્વાદિષ્ટ પણ બહુ જ હતી। પછી તો મેં ઘણી બધી વાર આ સીંગ ની ચટણી બનાવી. અહીંયા મેં સીંગ ની ચટણી કેમની બનાવની તે વિગત વાર લખી છે. તમે પણ એક વાર તો જરૂર થી બનાવજો અને ટેસ્ટ કરજો. તમને પણ મજા આવી જશે આ સાઉથ ઇન્ડિયન સીંગ ની ચટણી ખાવાની. તો આજે જ જાણી લો આ સાઉથ ઇન્ડિયન સીંગ ની ચટણી બનાવની રીત.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
સાઉથ ઇન્ડિયન સીંગ ની ચટણી બનાવવાની સામગ્રી:
- ૧ કપ સીંગ દાણા
- ૨ લીલા મરચા
- ૫ કળી લસણ, ફોલેલું
- ૧ ચમચી તેલ
- ૧/૪ ચમચી રાય
- ૧/૪ ચમચી જીરું
- ૧/૨ ચમચી દાળિયા
- ૧/૨ ચમચી અડદ ની દાળ
- ૧ આખું સૂકું લાલ મરચું
- મીઠું સ્વાદ અનુસાર
- ૬-૭ મીઠા લીમડા ના પાન
સાઉથ ઇન્ડિયન સીંગ ની ચટણી બનાવવા ના સ્ટેપ:
સીંગ દાણા ને બરાબર શેકી લો અને પછી ઠંડા પડવા દો
સીંગ દાણા ઠંડા થઇ જાય એટલે તેના ફોતરાં ઉખેડી નાખો અને ફોતરાં વગર ના સીંગ દાણા એક બાજુ મૂકી દો
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં લીલા મરચા અને લસણ તળી લો
હવે એક મિક્ષર જાર માં સીંગદાણા, તળેલા લીલા મરચા અને લસણ અને મીઠું મિક્ષ કરો અને પૂરતું પાણી ઉમેરીને પીસી લો
આ સીંગ દાણા ની પેસ્ટ માં ૧/૨ કપ બીજું વધારે પાણી મિક્ષ કરી દો
હવે ૧ ચમચી તેલ કડાઈ માં ગરમ કરો
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય, જીરું, દાળિયા અને અડદ ની દાળ ઉમેરો
રાય ફૂટી જાય એટલે તેમાં લીમડો, સૂકું લાલ મરચું મિક્ષ કરો
પછી તેમાં સીંગદાણા ની પેસ્ટ મિક્ષ કરો
હવે તેમાં એક બે ઉભરા આવવા દો પછી ગેસ બંધ કરી દો
સીંગદાણા ની ચટણી તૈયાર છે
સીંગ ની ચટણી ઈડલી, ઢોસા, વડા ની સાથે ખવાય છે