સ્ટ્રોબેરી બોલ્સ રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

નાની દિકરીઓ નાં અલૂણા(મોળાવ્રત) માટે ની એક્દમ નવિન અને સ્વાદિષ્ટ વાનગી।એ પણ એના ગમતા ગુલાબી કલર માં જેનું નામ છે સ્ટ્રોબેરી બોલ્સ। આ એકદમ નવીન સ્વીટ ડીશ છે તો મોળા વ્રત માટે આ વખતે કંઈક નવીન જરૂર થી ટ્રાઈ કરો અને આ ડીશ ફક્ત સૂકા મેવા અને દૂધ/માવા થી બનેલી છે તો એકવાર જરૂર થી ટ્રાઈ કરજો તમને અને તમારા ઘર ના બધા જ સભ્યો ને ખુબ જ ભાવશે તો આજે જ બનાવો એકદમ યુનિક સ્વીટ ડીશ સ્ટ્રોબેરી બોલ્સ અને આનંદ માણો..

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

સ્ટ્રોબેરી બોલ્સ રેસીપી બનાવવાની સામગ્રી:

સ્ટ્રોબેરી બોલ્સ રેસીપી બનાવવા ના સ્ટેપ:

બહાર ના પડ માટે:-

એક જાડાં તળીયા વાળા વાસણ માં દૂધ ઉકાળો

¼ જેટલું રહે એટલે તેમાં મિલ્ક પાવડર અને સ્ટ્રોબેરી સિરપ નાખી એક્દમ હલાવી ઠરવા દો.

અંદર ભરવાના પૂરણ માટે.:-

બધા ડ્રાઇ ફ્રુટ, કેસર, જાયફળ, ખાંડ, એલચી બધું મિક્સર માં ક્રશ કરી, ઘી ઉમેરી મિક્સ કરી લો

સ્ટ્રોબેરી વાળા માવા ની થેપલી હાથ પર કરી વચ્ચે ડ્રાઇ ફ્રુટ વાળુ પૂરણ ભરીને બંધ કરી લો, સરખાએ સુંવાળુ ગોળ વાળી લો.

5 કલાક સેટ થવા દો, પછી ઉપયોગ માં લો.

દૂધ બાળવું ન હોય તો તૈયાર માવો 100 ગ્રામ લાવી કોરો જ થોડો શેકી ને ઉપયોગ માં લઈ શકાય.

સ્ટ્રોબેરી ક્રશ સિરપ સિવાય, ચોકલેટ સિરપ, રોઝ સિરપ, વાટેલા અંજીર, કે ગમે તે ફ્રૂટ નો સિરપ પણ ચાલે.