સુખડી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ -૨૫ મિનિટ
સુખડી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૫૦૦ ગ્રામ ઘઉં નો જાડો તથા જીણો લોટ
- ૨૫૦ ગ્રામ ઘી
- ૨૦૦ ગ્રામ ગોળ
- ૧ ચમચી સુંઠ
સુખડી રેસીપી બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લઇ બંને લોટ ભેગા કરી શેકો
લોટ થોડો ફૂલે અને થોડો લાલ થાય એટલે થોડી સુગંધ આવશે
ત્યારે લોટ નીચે ઉતારી થોડું ઠંડુ થાય એટલે તેમાં ગોળ ભેળવી દો
ગોળ બરાબર ઓગળી જાય એટલે એક ચમચી જેટલી સુંઠ ભેળવી દો
અને થાળી માં પાથરી દો
ઠંડુ થયા પછી ચોસલા પાડી દો
તૈયાર છે સુખડી
(સુખડી માં ગોળ થોડું ઠંડુ થયા પછી જ નાખવો નહીંતર સુખડી કડક થઇ જશે)