સુંવાળી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ગુજરાત માં તહેવાર દરમિયાન બનતો નાસ્તો એટ્લે સુંવાળી. સુંવાળી એક યુનિક અને પરંપરાગત નાસ્તો છે દિવાળી ના દિવસો આવે એટલે સૌ થી પહેલા એજ ચર્ચા થાય કે ઘર માં સ્નેક્સ અને સ્વીટ્સ શું લાવીશું સુંવાળી એ તહેવાર અને રાજા ના દિવસો માં ચા ના સમય નો નાસ્તો છે પહેલા ના સમય માં સ્ત્રીઓ ભેગી મળીને દિવાળી ના અઠવાડિયા પહેલા જ નાસ્તો બનાવવા લાગે છે। અને એવો જ એક નાસ્તો છે સુંવાળી સુંવાળી સ્પેશ્યિલ દિવાળી ના તહેવાર પર બનાવવા માં આવે છે કેમ કે ત્યારે ઘરે મહેમાન આવેલા હોય છે તો જાણો મહેમાન માટે અને ઘર ના સભ્યો માટે આ સ્વાદિષ્ટ નાસ્તો કે જે ને સુંવાળી કહેવાય છે એ કેવી રીતે બને છે તો આ દિવાળી પર ચોક્કસ બનાવો સુંવાળી।
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
સુંવાળી રેસીપી બનાવવાની સામગ્રી:
- 1½ કપ મેંદો,
- ¾ કપ ઘઉંનો લોટ,
- 2 ટી સ્પૂન તલ,
- 1 કપ દૂધ,
- 2½ ટેબલ સ્પૂન દળેલી ખાંડ,
- 3_4 ટેબલ સ્પૂન ઘી મોણ માટે,
- તળવા માટે ઘી.
સુંવાળી રેસીપી બનાવવા ના સ્ટેપ:
તલને થોડા પાણીમાં પલાળી રાખો,
એક વાસણમાં મેંદો અને ઘઉં નો લોટ લઈ, મોણ નાખો, પલાળેલા તલ નિતારીને નાખો,
દૂધ માં ખાંડ ઓગાળી તેનાથી કઠણ લોટ બાંધી લો.
પાટલા પર વણી ને ગરમ ઘીમાં ધીમા થી મધ્યમ તાપે તળી લો..