તંદુરી નાન તવી પર બનાવવાની રીત
Ripalરેસીપી
બનાવવા ની રીત:
બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો પણ ઘણા બધા ને ઘરે નાન બનાવવાની રીત ખબર હોતી નથી. ઘરે નાન બનાવવા માટે આપણી પાસે ઓવેન અથવા તો તંદૂર હોય નહિ એટલે બજાર જેવી નાન એના વગર કેમની બનાવવી એ એક સવાલ બની જાય. પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમકે અહીંયા હું, તંદૂર અને ઓવેન વગર જ તવી પણ નાન બનાવવાની રેસીપી બતાવી રહી છું. આ તવી પર પણ બહાર તંદૂર જેવી જ નાન બને છે. આપણે ઘર માં રોટલી બનાવવા માટે જે તવી નો ઉપયોગ કરી એ છે તેમાં જ આ તંદૂરી જ નાન બની જશે. હા પણ એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે એ તવી નોન સ્ટિક ના હોવી જોઈએ. તવી સાદી લોખંડ ન જ હોવી જોઈએ. અથવા તો તમે એલ્યૂમીનમ નું કઢાઈ પણ વાપરી શકો છો. તો ફટાફટ જાણી લો તંદૂરી નાન તવી પર બનાવવાની રીત.
તૈયારીનો સમય:૩૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
તંદુરી નાન તવી પર બનાવવાની રીત બનાવવાની સામગ્રી:
- ૨ કપ મેંદો
- ૧/૪ ચમચી બેકિંગ પાઉડર
- ૧/૪ ચમચી ખાંડ
- ૨ ચમચી તેલ
- ૩/૪ કપ દૂધ
- મીઠું સ્વાદ અનુસાર
તંદુરી નાન તવી પર બનાવવાની રીત બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં મેંદો, બેકિંગ પાઉડર, ખાંડ, તેલ , મીઠું મીક્ષ કરો
હવે તેમાં દૂધ ઉમેરીને લોટ બાંધી લો અને તેને ૪-૫ મિનિટ સુધી મસળો
હવે લોટ ને ઢાંકી ને ૧૦-૧૫ મિનિટ સુધી એક બાજુ મૂકી દો
હવે લોટ ને લોટ અને તેમાંથી એક સરખા લુઆ કરી લો અને લુઆ ને ઢાંકી ને ફરી થી ૧૦ મિનિટ માટે એક બાજુ મૂકી દો
હવે નાન ને ઓવેન અથવા તંદુર વગર બનાવવા માટે લોખંડ ની તવી અથવા તો કઢાઈ લો (નાન બનાવવા માટે નોન સ્ટિક પેન અથવા તવી નો ઉપયોગ કરવો નહિ)
હવે તવી ને ગરમ કરવા મુકો અને નાન નો એક લુઓ લો અને એને ગોળ અથવા લંબગોળ આકાર માં વાણી લો
હવે આ વણેલી નાન પર એક બાજુ પાણી લગાવો અને આ પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકી દો
હવે નાન ને ૧-૨ મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર ચડવા દો
નાન ઉપર થોડી થોડી ફૂલે એટલે તવી ને લઇ લો અને તવી ને ઉંધી કરી ગેસ થી થોડી દૂર ઉંચે રાખો અને પકડી રાખો અને નાન ને બીજી બાજુ થી શેકાવા દો
નાન બરાબર શેકાય જાય ત્યાં સુધી તવી ને ગેસ પર ઉંધી પકડી રાખો
નાન બરાબર શેકાય જાય એટલે તવી સીધી કરી લો અને તવેથા થી ઉખાડી લો
ગરમ ગરમ નાન પર બટર અથવા તો ઘી લગાડો અને ગરમ ગરમ પીરસો
આવી જ રીતે બીજી બધી જ નાન તૈયાર કરી લો