તેહરી પુલાવ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તેહરી પુલાવ એ ઉત્તર પ્રદેશ ની ડીશ છે જે ખાસ કરી ને દિવાળી માં બનાવે છે. તેહરી પુલાવ એ બહુ જ સ્વાદિષ્ટ ડીશ છે. પુલાવ બનાવા માટે પણ ઘણી તૈયારી કરવી પડે છે. પહેલા ભાત બનાવો, એને ઠંડા કરો પછી એનો પુલાવ બનાવો. એટલે તેમાં સમય વધારે લાગે છે. મેહમાન જયારે જમવા આવવાના હોય ત્યારે તો સમય ઓછો હોય અને બનવાનું ઘણું હોય. અહીંયા મેં સ્વાદિષ્ટ તેહરી પુલાવ કૂકર માં બનાવાની રીત આપી છે. એટલે આ સ્વાદિષ્ટ પુલાવ ફટાફટ બની જશે અને બનાવ માટે બહુ સમય પણ નહિ લાગે. હા આ પુલાવ બનાવતી વખતે પાણી નાખવાનું ખાસ ધ્યાન રાખવાનું. મેપ જેટલું જ પાણી નાખવાનું એટલે પુલાવ સરસ થશે. તો હવે ઘરે ફટાફટ થોડી જ વાર માં બનાવો આ તેહરી પુલાવ.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫-૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

તેહરી પુલાવ રેસીપી બનાવવાની સામગ્રી:

તેહરી પુલાવ રેસીપી બનાવવા ના સ્ટેપ:

ચોખા ને બરાબર ધોઈ લો અને તેને ૧૫ મિનિટ માટે પલાળી દો

હવે એક કુકર માં તેલ ગરમ કરો અને તેમાં મરી, તમાલ પત્ર અને તજ ઉમેરો

હવે તેમાં લીલા મરચા, ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને ૧-૨ મિનિટ માટે સાંતળો

પછી તેમાં બટાકા, ફ્લાવર, ગાજર, વટાણા મિક્ષ કરો અને ૨-૩ મિનિટ સાંતળો

હવે તેમાં હળદર ધાણાજીરું, આખું જીરું, ગરમ મસાલો, મીઠું મિક્ષ કરો અને ફરીથી ૨-૩ મિનિટ સાંતળો

હવે તેમાં મોટા કપાયેલા ટામેટા મિક્ષ કરો

પછી તેમાં પલાળેલા ભાત ઉમેરો અને બરાબર મિક્ષ કરો

હવે તેમાં ૩ કપ પાણી (ભાત ડૂબે એટલું પાણી) ઉમેરો અને મિક્ષ કરો

કુકર નું ઢાંકણું બંધ કરી દો અને ૨-૩ સીટી વગાડો અને પછી ગેસ બંધ કરી દો

કુકર માંથી બધી વરાળ નીકળી જાય પછી તેને ખોલો અને તેહરી પુલાવ ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો

ઉપર લીલી કોથમીર થી સજાવો અને રાયતું સાથે પીરસો