ઠંડાઈ મસાલા
Ripalરેસીપી
બનાવવા ની રીત:
હોળી આવી રહી છે અને હોળી માં ઠંડાઈ પીવા ની બહુ મજા આવે પણ હોળી માં ઘરે મેહમાન આવ્યા હોય બીજું ઘણું કામ હોય. અને ઠંડાઈ બનાવા માટે ઘણો સમય કાઢવો પડે. એક બાજુ હોળી ની મજા પણ ના લેવાય. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કેમકે તમે પહેલે થી ઠંડાઈ નો મસાલો તૈયાર કરી રાખી શકો છો. અને હોળી માં ફક્ત દૂધ માં મિલાવી ને ઠંડાઈ તૈયાર કરી શકો છો. ખાલી ૨ મિનિટ માં તો ઠંડાઈ તૈયાર થઇ જશે કયોય પણ મેહનત વગર. તો જાણી લો કેવી રીતે બને છે આ ઠંડાઈ મસાલો.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૫ મિનિટ
ઠંડાઈ મસાલા બનાવવાની સામગ્રી:
- ૧ અને ૧/૨ (દોઢ) ચમચી ખસખસ
- ૧/૨ (અડધી) ચમચી આખા મરીયા
- ૧/૨ (અડધી) ચમચી વરિયાળી
- ૧૦ આખી એલચી
- ૨ ચમચી મગજતરી ના બીજ
- ૧૦-૧૨ કાજુ
- ૧૦-૧૨ બદામ
- ૨ ચમચી ચારોળી
- ૨ ચમચી પિસ્તા
- ૧/૪ (ચોથા ભાગનું) ચમચી કેસર
ઠંડાઈ મસાલા બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં ખસખસ, મરીયા, એલચી અને વરિયાળી ને શેકો, તેમાંથી થોડી સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દેવો અને તેને એક થાળી માં કાઢી ને ઠંડુ થવા દેવું.
એજ કડાઈ માં કાજુ, બદામ, મગજતરીના બીજ, ચારોળી અને પિસ્તા ને ૨ મિનિટ માટે ગેસ પર ગરમ કરવા અને પછી ગેસ બંધ કરી દેવો.
હવે એક મિક્ષર જાર માં ખસખસ વાળું મિશ્રણ પીસી લેવું, એ પીસાય જાય એટલે તેમાં કાજુ વાળું મિશ્રણ અને કેસર નાખી ને ફરીથી પીસી લેવું
આ પીસેલા ઠંડાઈ મસાલા ને હવાચુસ્ત બરણી માં ભરી દેવું.
ઠંડાઈ બનાવતી વખતે ગાળ્યા દૂધ માં આ મસાલા ને નાખવો