
ટોમેટો સૂપ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ટમેટો સૂપ એ બધા ને ભાવતી રેસીપી છે. આજે હું અહીંયા એક દમ રેસ્ટોરન્ટ જેવો જ ટમેટા સૂપ ની રેસીપી જણાવી રહી છુ. જો તમે આવી જ રીતે બનાવશો તો એક દમ રેસ્ટોરન્ટ જેવો જ સૂપ બનશે. ટમેટા સૂપ બનાવા માટે હંમેશા પાકા લાલ ટામેટા નો જ ઉપયોગ કરવો. મરી તમારી રીતે અનુકૂળ હોય એમ નાખવા. તીખો જોઈ તો હોય તો વધારે નાખવા અને બહુ તીખો ના જોઈ તો હોય તો ઓછા નાખવા. તો ઘરે બનાવો આ રીત થી ટોમેટો સૂપ અને બધા ને ખુશ કરી દો. Learn, Tomato Soup Recipe in Gujarati.
તૈયારીનો સમય:10 minute
બનાવવા નો સમય:10 min
વ્યક્તિ માટે:6
ટોમેટો સૂપ રેસીપી બનાવવાની સામગ્રી:
- ૬ મધ્યમ પાકા લાલ ટામેટા
- ૧ માધ્યમ ગાજર
- ૬ લસણ ની કળી
- ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
- ૧/૪ ચમચી તેલ
- ૧ ચમચી બટર
- ૧ તમાલ પત્ર
- ૬-૭ મરી
- ૧ ચમચી ખાંડ
- ૧/૪ કપ ક્રીમ
- મીઠું સ્વાદ અનુસાર
ટોમેટો સૂપ રેસીપી બનાવવા ના સ્ટેપ:
ટામેટા અને ગાજર ને ધોઈ ને મોટા સમારી લો.
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો. એમાં બટર નાખો. બટર ગરમ થઇ જાય એટલે એમાં તમાલ પત્ર, લસણ, ડુંગળી નાખી મિક્સ કરો.
એમાં ટામેટા, ગાજર ના ટુકડા, મરી અને મીઠું નાખી દો અને હલાવો.
એમાં એક કપ પાણી ઉમેરી કડાઈ ને ઢાંકી દો. ટામેટા અને ગાજર સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ચડવા દો.
ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દો.
આ મિશ્રણ માંથી તમાલ પત્ર ને કાઢી નાખો અને ફેંકી દો.
મિશ્રણ ની બ્લેન્ડર અથવા મિક્ષર વડે એક રસ પ્યૂરી (પીસી) બનાવી લો.
હવે આ પ્યૂરી ને ગાળી લો.
એજ કડાઈ મેં ગાળેલી પ્યુરી અને ૧ ગ્લાસ પાણી ઉમેરી ને મિક્સ કરી ગરમ કરવા મુકો.
એમાં ખાંડ અને મીઠું જરૂર પ્રમાણે નાખો અને ૫ થી ૭ મિનિટ ઉકાળવા દો.
ઉકળી જાય એટલે એમાં ક્રીમ મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
ગરમ ગરમ સૂપ તળેલા બ્રેડ ના ટુકડા સાથે પીરશો.