વધેલી રોટલીમાંથી બનાવો વેજબોલ્સ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

આમ તો આપણે વધેલી રોટલીમાંથી ઘણું બનાવીએ છીએ. પરંતુ આ વેજબોલ્સ બાળકોના મોઢા પર સ્મિત અને મોમાં પાણી લાવી દેશે. અને રોટલી નો ઉપયોગ પણ થશે અને નવો નાસ્તો પણ મળશે. તો ચાલો આ રોટલી ન બોલ્સ માં બીજું શું શું જોઈશે એ જોઈએ.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

વ્યક્તિ માટે:

વધેલી રોટલીમાંથી બનાવો વેજબોલ્સ રેસીપી બનાવવાની સામગ્રી:

વધેલી રોટલીમાંથી બનાવો વેજબોલ્સ રેસીપી બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ બધી રોટલી ને ક્રશ (ભુક્કો) કરી દો. અને બધા તૈયાર કરેલા વેજીટેઅલ ને એમાં ઉમેરી દો.

હવે તે મિશ્રણ માં ખમણેલું પનીર, લાલ મરચું, ગરમ મસાલો અને ચાટ મસાલો મીક્ષ કરો.

ત્યાર બાદ ૨ ચમચી મકાઈ નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખો અને મીક્ષ કરો. (ઉપર જણાવેલ મસાલા સ્વાદ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો)

હા બધી વસ્તુ ને હાથ થી બરાબર મીક્ષ કરી લો.

આ મિશ્રણ તૈયાર થાય એટલે વેજબોલ્સ બનાવવા માટે હાથ થોડો તેલ વાળો કરો, અને ત્યાર પછી બનેલા મિશ્રણ માંથી એકસરખા બોલ્સ તૈયાર કરવા.

હવે એક વાસણ માં ૨-૩ ચમચી મકાઈ નો લોટ, મીઠું અને લાલ મરચું નાખો. પછી તેમાં પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરો.

ત્યાર બાદ બ્રેડ ને ક્રશ કરીને બ્રેડ નો ભૂકો કરવો. (બ્રેડ ક્રમ્સ)

ત્યાર પછી બધા બોલ્સ ને એક પછી એક મકાઈ ના તૈયાર કરેલા ખીરા માં ડુબાડવા. અને પછી તેને બ્રેડ ના ભુક્કા માં રગદોળીને તેને પર ભૂકો ચોંટાડવો.

ત્યાર બાદ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.

તેલ થોડું ગરમ થાય એટલે આ તૈયાર કરેલા બોલ્સ ને તળવા.

આ બોલ્સ થોડા બ્રાઉન કલરના થાય એટલે તેને તેલ માંથી બહાર કાઢવા.

આ ગરમાં ગરમ વેજબોલ્સ ને ટોમેટો સોસ સાથે સર્વિંગ પ્લેટ માં સર્વ કરવા.

આ સ્વાદિષ્ટ વાનગીની મજા માણવી કેવી લાગી આ વાનગી તે જરૂર કોમેન્ટ થી જણાવજો.