વરિયાળી શરબત
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે જ જાણી લો વરિયાળી લો સરબત બનાવની રીત અને ગરમી માં રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો આ વરિયાળી નો સરબત.
વરિયાળી શરબત બનાવવાની સામગ્રી:
- વરિયાળી
- સાકાર અથવા ખાંડ
- લીંબુ નો રસ
વરિયાળી શરબત બનાવવા ના સ્ટેપ:
મિક્સર જાર માં વરિયાળી લો અને એને સરસ પીસી લો
હવે ૨ ચમચી વરિયાળીનો ભૂકો ૫ ચમચી સાકર અને થોડું પાણી નાખીને એક વાટકા માં ૩ થી ૪ કલાક માટે પલાળી દો
સાકર ઓગળી જાય અને વરિયાળી બરાબર પલળી જાય પછી તેમાં એક ગ્લાસ પાણી અને ૧ ચમચી લીંબુ નો રસ નાખી ને બરાબર મિક્સ કરો
હવે શરબત ને ગરની વડે ગાળી લો અને પીરસો