વટાણા ના રોલ્સ રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
વટાણા ના રોલ્સ રેસિપી બનાવવાની સામગ્રી:
- ૫૦૦ ગ્રામ બટાકા
- ૫૦૦ ગ્રામ વટાણા
- ૧ લીંબુ નો રસ
- ૧ ચમચી સાકર
- ૧૨૫ ગ્રામ મેંદો
- ૨ ચમચા વાટેલા આદુ મરચા
- ૨ ચમચા કોર્નફ્લોર
- ૧ ચમચી ખમણેલું કોપરું
- કોથમીર
- મીઠું
- તેલ
વટાણા ના રોલ્સ રેસિપી બનાવવા ના સ્ટેપ:
બટાકા બાફી ને તેનો છૂંદો કરી લો
પછી તેમાં મીઠું, લીંબુ નો રસ અને કોર્નફ્લોર નાખી ને હલાવવું
વટાણા અધકચરા વાટી ને તેલ માં સાંતળવા અને તેમાં બધો મસાલો નાખવો
બટાકા ના પુરણ માંથી લુવો લઇ પુરી કરી વટાણા નું પુરણ ભરી ને બંધ કરી લંબગોળ રોલ્સ તૈયાર કરવા
મેંદા ના લોટ માં મીઠું અને ઘી નું મોં નાખો અને સહેજ કઠણ લોટ બાંધવો
મોટો લુવો લઇ ને પાતળો રોટલો વણવો પછી છરી થી પાતળી પટ્ટી કાપવી
આ પટ્ટી ને રોલ્સ પર ગોળ વીંટાળી ને તેલ માં તળો