
વટાણા સ્ટોર કરવાની સાચી રીત
Ripalરેસીપી
બનાવવા ની રીત:
હવે આજકાલ તો બધા જ ઘર માં વટાણા સ્ટોર કરે છે. પણ ઘણા ને એની સાચી રીત ખબર હોતી નથી અને ફોલી ને સીધા જ સ્ટોર કરી દે છે. જેથી એનો સ્વાદ બદલાઈ જાય છે. અહીંયા વટાણા ને સ્ટોરે કરવા માટે ની એક્દમ સાચી પદ્ધતિ બતાવી છે. જો તમે આવી રીતે સ્ટોર કરશો તો વટાણા નો સ્વાદ ક્યારેય બદલાશે નહિ. જયારે પણ તમે ઉપયોગ માં લેવા માટે કાઢશો ત્યારે પણ એનો સ્વાદ તાજા વટાણા જેવો જ હશે. તો આજે જ જાણી લો વટાણા ને સ્ટોર કરવાની સાચી રીત.
વટાણા સ્ટોર કરવાની સાચી રીત બનાવવાની સામગ્રી:
વટાણા સ્ટોર કરવાની સાચી રીત બનાવવા ના સ્ટેપ:
બધા વટાણા ફોલી ને એના દાણા કાઢી લેવા
આ વટાણા ના દાણા ને બરાબર ધોઈ લો.
હવે એક મોટા તપેલા માં પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકળી જાય એટલે એમાં બધા વટાણા ના દાણા ને નાખી દો અને ૨ મિનિટ સુધી રહેવા દો.
૨ મિનિટ પછી ગેસ બંધ કરી ને વટાણા ગરમ પાણી માંથી તરત કાઢી લેવા અને એની પર ઠંડુ પાણી રેડવું જેથી વટાણા ઠંડા થઇ જાય.
પછી એ વટાણા ને એક કાપડ અથવા તો પેપર માં કોરા કરવા. વટાણા કોરા થઇ જાય એટલે એને એર ટાઈટ ડબ્બા માં ભરી ને રેફ્રિજરેટર(બરફ ના ખાના) માં મૂકી દેવા.
આ રીતે સ્ટોર કરેલા વટાણા વર્ષ સુધી સારા રહે છે અને એનો સ્વાદ પણ બદલાતો નથી.