વાટી દાળ ના ખમણ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે. તો આજે જ જાણો વાટી દાળ ના ખમણ બનાવની રીત.

તૈયારીનો સમય:૧૨-૧૫ કલાક

બનાવવા નો સમય:૧૫ મિનિટ

વાટી દાળ ના ખમણ રેસીપી બનાવવાની સામગ્રી:

વાટી દાળ ના ખમણ રેસીપી બનાવવા ના સ્ટેપ:

ચણા ની દાળ ને બરાબર ધોઈ નાખો અને પછી ૬ કલાક માટે પલાળો

દાળ બરાબર પલળી જાય એટલે પાણી બધું કાઢી નાખો

હવે દાળ ને મીક્ષર માં ૧ કપ પાણી સાથે કરકરી પીસી લો (બહુ બારીક પીસવું નહિ)

આ પીસેલી દાળ ને એક મોટી તપેલી અથવા વાસણ માં કાઢી લો

તેમાં મીઠું અને દહીં મિક્સ કરો, દાળ નું ખીરું ઈડલી ના ખીરા જેવું રાખવું બહુ પાતળું કરવું નહિ

તપેલી ને ઢાંકી દો અને ગરમ જગ્યા પાર ૭-૮ કલાક માટે મૂકી દો જેથી તેમાં આથો આવી જાય

હવે ગેસ પર ઢોકળિયામાં પૂરતું પાણી મૂકી ગરમ કરવા મુકો અને ઢોકળીયા ની થાળી પર તેલ લગાવી દો

હવે આથા વાળા દાળ ના ખીરા માં લીલા મરચા ની પેસ્ટ, આદુ ની પેસ્ટ અને હળદર પાઉડર બરાબર મીક્ષ કરો

ખમણ મુકવા સમયે જ ખીરા માં ઇનો અથવા ખાવાનો સોડા મીક્ષ કરો અને ખીરા ને બરાબર હલાવો

પછી ખીરું તેલ લગાવેલી થાળી માં ભરી દો અને ઢોકળીયા માં થાળી મૂકી દો

ઢોકળીયુ ઢાંકી ૧૦-૧૫ મિનિટ અથવા થઇ જાય ત્યાં સુધી રેવા દો

ખમણ તૈયાર થઇ જાય એટલે ઢોકળીયા માંથી કાઢી લો અને ૩-૪ મિનિટ માટે ઠંડા થવા દો

ખમણ ને નાના ચોરસ ટુકડા માં કાપી લો

હવે ખમણ વધારવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં રાય ઉમેરો

રાય ફૂટી જાય એટલે તેમાં હિંગ અને લીલા મરચા ઉમેરો અને ગેસ બંધ કરી દો

વઘાર ને ખમણ પર સરખા ભાગે રેડી દો પછી બધા ખમણ હલાવી લો

તેના પર લીલા નારિયેળ નું છીણ અને કોથમીર ભભરાવો