વેજિટેબલ પુલાવ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત.
તૈયારીનો સમય:૨૦-૩૦ મિનિટ
બનાવવા નો સમય:૩૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
વેજિટેબલ પુલાવ રેસીપી બનાવવાની સામગ્રી:
- ૪ કપ બાસમતી ભાત, બાફેલા
- ૧/૪ કપ લીલા વટાણા
- ૧/૪ કપ ગાજર, મોટા ટુકડા સમારેલા
- ૧/૪ કપ કેપ્સિકમ, મોટા ટુકડા સમારેલા
- ૧/૪ કપ ફણસી, સમારેલી
- ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
- ૧/૨ ચમચી જીરું
- ૧ તમાલ પત્ર
- ૧ ટુકડો તજ
- ૪ લવિંગ
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી મરી પાઉડર
- ૨ લીલા મરચા, સમારેલા
- ૧/૪ ચમચી લાલ મરચું
- ૮-૧૦ શેકેલા કાજુ ના ટુકડા
- ૩ ચમચી લીલી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
વેજિટેબલ પુલાવ રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, તજ ઉમેરો અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.
હવે તેમાં ડુંગળી ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો.
પછી તેમાં હળદર, ફણસી, ગાજર, વટાણા અને મીઠું મીક્ષ કરો અને તેને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.
બધું બરાબર શેકાય જાય એટલે તેમાં કેપ્સિકમ, લાલ મરચું, મરી પાઉડર ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો.
હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બધું બરાબર મીક્ષ કરો.
પછી ગેસ બંધ કરી દો અને તેની પર કોથમીર અને શેકેલા કાજુ ભભરાવો.
તૈયાર છે વેજીટેબલ પુલાવ.