વેજીટેબલ રાયતું રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
વેજિટેબલ રાયતું ભાત, પુલાવ અને ખીચડી જોડે રાયતું ખાવાની બહુ મજા આવે. વળી કોઈ મહેમાન આવ્યું તો જમવા માં સાઈડ ડીશ તરીકે પણ રાયતું બનાવ્યું હોય તો બહુ જ સરસ લાગે. વળી રાયતું બનાવા માટે બહુ મેહનત પણ નથી કરવી પડતી. ફટાફટ બની જાય. આજે અહીંયા હું એક એવું જ રાયતું લાવી છું એ છે વેજિટેબલે રાયતું. મોટાભાગે રેસ્ટોરન્ટ માં આ રાયતું વધારે સર્વ કરવા માં આવે છે. અને બધા ને ભાવતું પણ હોય છે. તો તમે પણ જાણી લો આ વેજિટેબલ રાયતું બનાવાની રીત અને આજે જ ઘરે બનાવો.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
વેજીટેબલ રાયતું રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ નાની ડુંગળી, સમારેલી
- ૧ કાકડી, સમારેલી
- ૧ નાનું ટમેટું, સમારેલું
- ૧ કપ દહીં
- ૧/૨ ચમચી શેકેલું જીરું, અધકચરું વાટેલું
- ૧ લીલું મરચું, સમારેલું
- ૧/૨ ચમચી સંચરળ પાઉડર
- ૧ ચમચી કોથમીર, સમારેલી
વેજીટેબલ રાયતું રેસીપી બનાવવા ના સ્ટેપ:
દહીં ને બરાબર હલાવો અને ૧ કલાક માટે ફ્રિજ માં ઠંડુ થવા મૂકી દો
હવે દહીં માં કાકડી, ડુંગળી, ટામેટું, કોથમીર, સંચરળ, લીલું મરચું અને કોથમીર મિક્ષ કરો
ઠંડુ ઠંડુ સર્વ કરો