કહેવાય છે કે જળ એ જ જીવન છે અને જો કે તે જ સત્ય છે. જીવવા માટે પાણી પીવું કેટલું આવશ્યક છે તે સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે. માનવામાં આવે છે કે ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે.
ગરમ પાણી પીવાના ફાયદા નીચે મુજબ છે
૧)- ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.
૨)- એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે.
૩)- તાવ આવ્યો હોય ત્યારે પણ તરસ લાગી હોય ત્યારે ગરમ પાણી પીવું ફાયદાકારક છે.
૪)- પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાતી ગેસ બહાર નીકળી જાય છે.
૫)- ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે.
૬)- અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.
૭)- કબજિયાત, મોઢા માં પડેલા છાલા જેવી સમસ્યા ને પણ દૂર કરે છે
૮)- ગરમ પાણી નું રોજ રાતે અને સવારે સેવન કરવાથી વજન ઓછું કરી શકાય છે .
૯)- ગરમ પાણી આપણી સ્કિન માટે પણ ખુબ ફાયદા કારક છે .ગરમ પાણી માં બે ચપટી હળદર નાખીને રોજ સવારે પીવાથી મોઢા પર થયેલા ખીલ(પિમ્પલ)દૂર કરે છે.
૧૦)- ગરમ પાણી પીવાથી આપણ ને શરીર માં સ્ફૂર્તિ રહે છે .જેનાથી આપણને શ્વાસ ચડવો ,થાક લાગવો જેવી સમસ્યા દૂર થાય છે .
૧૧)- મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે.
૧૨)- જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે,
ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.
૧૩)- શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ગરમ પાણી ખુબ ઉપયોગી છે.
Have something to add? Share it in the comments.